મનોકાશમાં પ્રેમરંગો ઢોળાયા જ્યારથી તને ચાહું છુ,
પ્રીતના પારેવાને પાંખ આવી ત્યારથી તને ચાહું છુ...

તારી એક નજર મનની તરસ છીપાવવા કાફી હતી,
પ્રેમના મોસમની એ તપતી બપોરથી તને ચાહું છુ...

આંખોથી આંખ મળતા કાયમ જે શરમાઈ જતી,
એ ઝુકી જતી પલકોની પેલી પારથી તને ચાહું છુ...

સ્પર્શ તારો પામતાની સાથે ધબકારો જે ચુકી જતું,
તડપતા હ્રદયના એ હરેક ધબકારથી તને ચાહું છુ...

એ અગત્યનું હવે નથી કે ક્યારથી અને કેટલું પણ,
આજેય પહેલી નજર જેટલું જ તને ચાહું છુ...

Gujarati Romance by Dharmesh Vala : 111247803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now