રમત ભાવે,
રમતા ગમતા જ,
રમી જવાનું;

ભાવના ભેળા,
હૈયામાં લાગણી થી,
ભળી જવાનું;

ટળવળે જો,
તૃષ્ણા માં જીવન તો,
ટળી જવાનું;

હળ મળે જો,
હૈયામાં હેતે કોઈ,
મળી જવાનું;

લક્ષ્ય એક જ,
આનંદ સ્વરૂપ માં,
ભળી જવાનું;

==={{}}==={{}}==={{}}==={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111275649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now