એમની મારી સાથે વાત ના કરવી એ કોઈ
૧ મહિના ના મોબાઈલ રીચાર્જ જેવું લાગે છે...
જેમ મોબાઈલ રિચાર્જ કર્યા વગર મોબાઈલ ન ચાલે
એમ અમને મળ્યા વગર ન ચાલે.
૧ મહિનો થાય ને અમે કોઈ કારણોસર મળી જ જતાં
ને last time મળીયે છે એવું કહી ને વધુ માં વધુ ૧ મહિના ની અંદર finish થઈ જતું અમારું આ એક બીજા ને મળવાનું રિચાર્જ.
અમારી આ એકબીજાને મળવાની,સાથે વાતો કરવાની ,સાથે જમવાની,સાથે મસ્તી કરવાની,ગુસ્સો કરવાની,મનાવવાની સાથે હસવાની તો કયારેક સાથે રડવાની પણ આ રીતની એક અલગ જ ફિલિંગ સાથે મઝા હતી . અમે આમ એકબીજા માં ખોવાઈ જતા . એ વકત દુનિયા સુ છે એ તો કબર નહિ પણ એકબીજા ને જ પોતાની દુનિયા ગણી લેતા.
પણ જયારે પણ મળીને એકબીજા થી અલગ થવાનું આવતું તો બસ હવે નથી મળવું અને મૅસેજ કે કોલ નથી કરવા એવું નિણર્ય લઈ લેતા.