બે વાતો આપણી આ 'ફિરકીઓ' વિશે.
પુરુષ નામે પતંગ વિશે આપણે ઘણી બધી વાતો કરીએ છીએ અને આ પુરુષ નામે પતંગને ભાગે અપયશરૂપી ગાળો પણ ઘણી કહેવામાં આવી છે.
જેમકે 'સાવ લબુક છે'...
'છાસીઓ છે.'.ઢઢા વિનાનો છે, 'નમાન બાંધ્યા વિના એ નહી ચડે'..
વિગેરે..
હવે જ્યારે આ પતંગ અને દોરી(ફિરકી)નો એટલો અતૂટ સંબંધ હોય ત્યારે ...
આજે કાયમ દંડાતા પતંગ માટે સહાનુભૂતિ પાઠવતાની સાથે મારે બે વાતો ફિરકી વિશે પણ કરવી છે.
એટલેકે ફિરકીની પણ આજે ફિરકી ઉતારવી છે.....
સૌ પ્રથમ તો આપણે ફિરકીની બનાવટ જોઇએ તો ખબર પડે કે ફિરકીની રચના કઈક એવી છે, કે એને તમારે હાથમાં ને હાથમાં રાખવી પડે.
જો એને થોડીવાર માટે પણ જમીન પર મૂકીદો તો પછી, એ દડતીદડતી ક્યાં જઈ ને પહોંચે...!!
અને કોને પગે(ગળે) પડશે એનું કઈ નક્કી નહિ.!!
એટલે તમારે તમારી ફિરકીને હાથમાંથી જતી ના રહે તે રીતે ફિટ પકડી રાખવી પડે...
પણ હા અહી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફિરકી ને એટલી પણ પકડમાં નથી રાખવાની કે તેમાંથી તેના પ્રેમરૂપી દોર નીકળે જ નહી
અને,
તમારા હવામાં રહેલા પતંગ માટે જરૂરી દોર મળે નહિ
અને જો એમ થાયતો કદાચ તમારો પતંગ કોઈ ખેંચીને કાપી જાય એ શક્યતા પણ ખરી...
બીજી અહી સૌથી અગત્યની વાત એપણ છે કે આજુબાજુની રુપાળી ફિરકીના દોર અને તમારી ફિરકીના દોર ને એકસાથે જોડીને તમારા પતંગને ચગાવવાની ભૂલ ક્યારેય કરતા નહી,
નહિતર તમારી ફિરકીનીદોર (પ્રેમ) રૂમઝૂમ થઈ જશે એ વાત નક્કી છે..
પછી કદાચ તમારી ફિરકીની દોર(પ્રેમ) તમારા પતંગ ને ચડવાને લાયક નહી રહે..
હવે નામથી સ્ત્રીલિંગ છે એટલે,
આ..ફિરકીઓ દેખાવે રુપાળી તો હોય જ,
સાથે,
સ્વભાવમાં થોડું ભોળપણ આવી જાય તેપણ સ્વાભાવિક છે....
થોડીક ભોળી એટલા માટે કહેવાય કે, પોતાના આ ચડેલા પતંગને પોતાની જરાક નજીક લાવવાના એટલેકે પોતાના આ આધિપત્ય વાળા પતંગ ને લપેટવાના ચક્કરમાં ખરેખર તો પોતેજ લપેટાઈ જાય છે...
એ વાત એ ભૂલી જાય છે..
જો કે એવુંય નથી.કે,
આ ફિરકીઓ સાવ મૂરખ છે..
આ ફિર્કીઓને તમે વધુપડતી ભોળી કે મૂરખ સમજવાની ભૂલ પણ ક્યારેય ન કરતા..કારણકે જો આ પુરુષરૂપી પતંગ ઠેકાણા વિનાનો(ફાટેલો) હશે , ઉડવાની હિંમત નહીં હોય કે ઉડવામાં કઈક આનાકાની કરશે અથવાતો ફિરકીની ઈચ્છા મુજબ ઉડશે નહિ તો,
એ કમજોર ફાટેલા પતંગને બાજુએ રાખીને થપ્પા માં રહેલા કોઈ બીજા રૂપાળા પતંગ સાથે પોતાના દોર( પ્રેમ) ની નવી ગાંઠ બાંધીને ઉડાડવાની તૈયારી પણ આ નવા જમાનાની ફિરકીઓ કરી રાખતી હોય છે..
અને એ વાત આવા ફાટેલા કમજોર પતંગોએ ખાસ ધ્યાનમાં લેવા જેવી ખરી.
અને એટલે આ,
નવા જમાનાની ફિરકીઓને બિચારી માનવાની ભૂલ ક્યારેય કરવી નહી ..
પણ સાથે આ નવા જમાનાની ફિરકીઓને એક વણમાંગી સલાહ એ પણ છે કે..
તમારા પ્રેમની આ દોરીમાં ક્યાંક અનૈતિકતા ની દાંતી કે પછી ગેરસમજ ની ગૂંચ ના પડી જાય એ વાત નું ખાસ ધ્યાન રાખજો..કારણકે..
એવું કંઈ થશે તો તમારો આકાશને આંબતો પુરુષ રૂપી પતંગ તમારી એ થોડીક પ્રેમરૂપી દોરી ને લઈને હાથમાંથી જ જતો રહેશે..
અને છેલ્લે એક વાત કે જેમ દરેક સફળ પુરૂષની પાછળ એની સ્ત્રીનો હાથ હોય છે..
તેવી જ રીતે દરેક આકાશને આંબતા ખુબજ ઊંચા ચડેલા પતંગની પાછળ પણ એ પતંગને દોરરૂપી પ્રેમ પુરો પાડતી એમની ફિરકીઓનો જ હાથ હોય છે ..
એ વાત દરેક પતંગે ભૂલવા જેવી નથી....