એક લાગણી
એક લાગણી જે ક્યારેક બે વ્યક્તિને દિલથી જોડી નાંખે છે અને તે જ લાગણી માણસને અલગ પણ કરે છે....
એક લાગણી જે માણસને દિલ ખોલીને હસાવી નાંખે છે
અને તે જ લાગણી ક્યારેક આંખોને ખૂબ રડાવે છે...
એક લાગણી જે માતા-પિતા ને સંતાન
સાથે રહેવા મજબૂર કરે છે અને તે જ લાગણી
સંતાનને પૈસા કમાવા માતા-પિતાથી દૂર કરે છે...
એક લાગણી જે રોજ મને નવા શબ્દો વિચારવા
મજબૂર કરે છે અને..... તે જ લાગણી ક્યારેક
મને મારા શબ્દોથી કમજોર કરે છે.....