વુમન્સ ડે નિમિત્તે...
યાદ છે મને એ નાનપણની વાતો,ક્યારેય નહીં ભૂલું,
ખોળામાં તારા સૂઈ જતો મારી મા,ક્યારેય નહીં ભૂલું.
મોટા થઈને નવા સંબંધો બહુ મારી મા, ક્યારેય નહીં ભૂલું,
તારાથી જ આ ઓળખ મારી મારી મા, ક્યારેય નહીં ભૂલું.
જવાબદારીના ભારમાં છું દૂર મારી મા, ક્યારેય નહીં ભૂલું,
ના સમજીશ બદલાઈ ગયો હું મારી મા, ક્યારેય નહીં ભૂલું.
તું ચાહે છે મને ??? ના પૂછો મારી મા, ક્યારેય નહીં ભૂલું,
તું ચાહે છે મને ખબર છે મારી મા, ક્યારેય નહીં ભૂલું.
આંખોના આંસુ જોઈ કાળજું કંપે મારી મા, ક્યારેય નહીં ભૂલું,
ચરણે તારા મારું સ્વર્ગ ધરું જિંદગી મારી મા, ક્યારેય નહીં ભૂલું.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'
વડોદરા.