ભગવાન વિષ્ણુના અવતારો વિશે જાણો અહિં, શા માટે લીધો હતો જન્મ
જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ સમયાંતરે પૃથ્વી પર અલગ અલગ અવતારમાં જન્મ લીધો છે. ધર્મની રક્ષા માટે તેમણે સતયુગથી અવતાર ધર્યા છે. કળિયુગમાં પણ ભગવાન કલ્કી અવતારમાં પૃથ્વી પર આવશે તેવી પણ ભવિષ્યવાણી શાસ્ત્રોમાં કરવામાં આવી છે. તો જાણી લો કે ભગવાન વિષ્ણુના અવતારોમાંથી 10 મુખ્ય અવતાર ક્યાં ક્યાં હતા. શા માટે લીધો હતો તેમણે જન્મ..
કૂર્માવતાર – જ્યારે દેવો અને દાનવો સમુદ્રમંથન કર્યું હતું ત્યારે પર્વત ફરી શકે તે માટે કૂર્મ અવતાર લીધો હતો.
વરાહ અવતાર – હિંદુધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે. પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો.
નરસિંહ અવતાર – અડધુ શરીર ‘નર’-માણસનું અને અડધું ‘સિંહ’નું ધારણ કરી અને પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને હિરણ્યકશ્યપનો સંહાર કર્યો હતો.
વામન અવતાર – ઠીંગણા બ્રાહ્મણ વેશ ધરી અને બલિ રાજા પાસેથી ત્રણ વેત જમીન માપી સમગ્ર ત્રણ લોકને છોડાવ્યા હતા.
પરશુરામ અવતાર – આ અવતારમાં તેમણે બ્રાહ્મણ તરીકે જન્મ લીધો અને એક યોદ્ધા તરીકે દુરાચારી રાજાઓનો સંહાર કરી પૃથ્વીની નિ:ક્ષત્રિય કરી હતી.
શ્રીરામ અવતાર – મર્યાદા પુરુષોત્તમના રૂપે જન્મ લઈ અને અનેક જીવોને મોક્ષ પ્રદાન કરી અને પાપી રાવણનો ઉદ્ધાર કર્યો.
શ્રીકૃષ્ણ અવતાર – 16 કલાઓના પૂર્ણ અવતાર રૂપ જીવનની ઘણી સમજ સાથે સમાજને શિક્ષા આપી કંશનો વધ કર્યો અને કપટી કૌરવોના સંહાર કરવામાં કારણભૂત બની અનેજગતને અનમોલ અને પવિત્ર ભગવત ગીતાનું રસપાન કરાવ્યું.
બુદ્ધ અવતાર – ક્ષમા, શીલ અને શાંતિના રૂપે અવતાર લઈ અને સંસારને શાંતિનો માર્ગ બતાવ્યો.