અમે ઊંચા ઊંચા પૈસાદારોને પણ શેતાનની જેમ ઉછળતા જોયા છે.
ક્યાંક ધનાઢ્ય અમીરોને પણ અમે
તેમની અમીરી છુપાવતા જોયા છે.
અમે તો ક્યારેક ગરીબીમાં પણ ભોજન કરી લીધા છે.
તો કેટલાક ગરીબોને અમે એમની ગરીબી છુપાવતા પણ જોયા છે..
દાન આપવાના સમયે અમે ઘણા અમીરોને પણ મોઢું ફેરવી લેતા જોયા છે..
તો ક્યાંક ગરીબોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપતા પણ જોયા છે..
ગરીબીના સમયે પણ અમે ઘણા લોકોને ખાનદાની સાચવતા જોયા છે..
ઘણી વાર અમે અમીરોંને પણ સંકટના સમયે છટકતા જોયા છે..
ક્યાંક અમે ગરીબોના ઝૂંપડામાં પણ ખાનદાનીની ફોરમ આવતા જોઈ છે..
તો ક્યાંક અમે અમીરોને પણ ખાનદાનીમાં પણ વગોવતા જોયા છે..
જીવણ "નવાબી રાઇટર"