મૂળ નો સાર છે વનસ્પતિને જીવાડવામાં,
વનસ્પતિનો સાર છે હવા શુદ્ધિમાં,
શ્વાન - ઘોડાનો સાર છે વફાદારીમાં,
હીરા નો સાર છે ઘસાવવામાં,
સોનાનો સાર છે તપવામા,
રવિ નો સાર છે પ્રકાશવામા,
સોમ નો સાર છે શીતળતામાં,
પત્ની નો સાર છે સતીત્વમાં,
માં નો સાર છે ઉત્તમ સંતતિ અર્પણમાં,
વિદ્યાર્થી નો સાર છે વિનયમાં,
જીવનનો સાર છે શિવ મિલન માં...