ધરતી આકાશ ને સ્વ સંબંધિત શું કહેવા માંગતી હશે!!?
તેથી જ એ ક્ષિતિજે આકાશ ને મળવા આતુર દેખાતી હશે!!
સાગર તેની લહેરો સંબંધિત શું કહેવા માંગતો હશે!!
કે તે કિનારે આવી ને આમ વરસતો હોય એમ પછડાતો હશે!!
ભમરો ફૂલ સંબંધિત શું વિચારતો હશે!!!
કે તેની પંખૂડી માં સમાઇ જતો હશે!!!
પવન અને ફોરમ નો પ્રેમ શું સંબંધિત હશે !!!
કે તે તેને ખામોશ પોતાના સમાવી લઈ દોડતો હશે !!!
તારા નો ચાંદ સાથે નો એ સંબંધિત પ્રેમ શું હશે!!
કે તે ચાંદ ને જોવા આમ ટીમ ટીમતાં હશે!!
કલમ નો અંતઃકરણ સાથેનો સંબંધિત ભાવ શું હશે!!
કે લાગણી,ક્રોધ,ધિક્કાર સમ ભાવ શબ્દ માં ચિતરતી હશે!!!
#સંબંધિત