આજે મારા હાથમાં
મન ના એક ખૂણાં માં થી
આપણા મળ્યાં ની
યાદગાર ની એવી
થોડી ક્ષણો હાથ માં આવી
મન માં આનંદ ના
સાથે એક અલગ અનુભૂતિ થી
મને થયું લાવ ને આને
એક ભેટ રૂપે
તને મોકલી આપુ !!!
પણ તરત એક સવાલ ઉઠ્યો મનમાં
તારા મન ના ઘર નો ખૂણો
ખાલી હશે ખરો?!!
એમ વિચારતા ફરી પાછી
મારી એ યાદો,
એ મારી યાદગાર ક્ષણો ને
સમેટી ને
એમની એમ
ફરી સાચવી ને મૂકી દીધી
મનના ભવ્ય પણ એકાકી એ
ખૂણા માં અસી
એમજ "અકબંધ"
#ભવ્ય