શબ્દોની પાંખો છે,ને શાહી આ્સમાન છે,
દિલ દરિયો સ્યાહી, કલમ મનની કમાલ છે;

લાગણી ના પૂરમાં, ધસમસતા પ્રવાહ માં,
સફર આ લેખિની ની, દિલદાર ધમાલ છે;

અશ્રુઓ છે મીઠડાં, ટહુકો કરતાં વસંત ને,
ઝાકળ ભીનાં ભાવે, ભીનો દિલ રુમાલ છે;

મોજ મસ્તી માણતાં, સ્ફુરિત સ્પંદન પ્રેમનાં,
હાસ્યની છોળો ઉડાડતા, યુગલો કમાલ છે;

વેદના માં ઘૂંટાતી, શબ્દાત્મક અભિવ્યક્તિ,
વિરહી અશ્રુઓની રેલી, ધીરજની ઢાલ છે;

આનંદ બેહિસાબ છે, ખોવાઈ ને પામી લેવો,
અંતરંગ શૂન્યમાં મનોલયે, જિંદગી કમાલ છે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111442002
Parmar Geeta 6 years ago

વાહ ખુબ સુંદર રચના.. 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now