" જય મહાદેવ "
ભેદ ભગવાન માં જે જુએ,
અજ્ઞાની કહેવાય,
પથ્થર માં ઈશ્વર જુએ,
કુદરત ને કેમ ભુલાય?,
આજ સાવન માં,
મહાદેવ ની પૂજા થાય,
બાલ ગોપાલ સૌ ભકતો ના,
એ મહાદેવ કહેવાય,
ના ભેદ દેવ દાનવ માં,
સમાન ભાવ સૌ ને દેખાય,
ત્રિશૂળ જટા ડમરૂ ધારી,
એ નટરાજ કહેવાય,
ત્રિશૂળ, ધનુષ અને ચક્રો ના,
એ સર્જક કહેવાય,
કાલો ના મહાકાલ,
એ આદિ દેવ કહેવાય,
@ કૌશિક દવે ના જય મહાદેવ