જય શ્રીકૃષ્ણ | Lyrical કવિતા | જન્માષ્ટમી 2020 | 'કેશવ' © Kunal Makwana
https://youtu.be/CSECqhy2x7k
જય શ્રીકૃષ્ણ
વાત છે કૃષ્ણ જન્મની
નંદ ઘેર આનંદની
જય બોલો મથુરાના લાલની
વાત છે કૃષ્ણ જન્મની
પ્રેમ-મિત્રતા, વિશ્વાસ પર્યાયની
જય બોલો દેવકી લાલની
વાત છે કૃષ્ણ જન્મની
સર્વ-શ્રેષ્ઠ ગુરુના જ્ઞાનની
જય બોલો રણછોડરાયની
વાત છે કૃષ્ણ જન્મની
અજોડ છે ભકિત જેમની
મીરાના ગિરધર ગોપાલની
જય બોલો મુરારિની
વાત છે કૃષ્ણ જન્મની
સુદામાના તાંદુલ આરોગે
મૈત્રીના પર્યાયની
જય બોલો દ્વારિકાનાથની
વાત છે કૃષ્ણ જન્મની
દ્રોપદીના અજોડ વિશ્વાસની
જય બોલો માધવરાયની
વાત છે કૃષ્ણ જન્મની
નરસિંહના ભક્તિ પદારથની
જય બોલો શામળિયાની
વાત છે કૃષ્ણ જન્મની
અર્જુનના પથદર્શક ગુરુની
જય બોલો રણછોડરાયની
વાત છે કૃષ્ણ જન્મની
સમર્પિત કરું છું દ્વારિકાધીશને
લખીશ તો હવે "કેશવ" નામથી જ....
'કેશવ' © Kunal Makwana