આક્રમણ
જેવું લગ-ભગ કંઈ હોતું નથી.
કેમકે
આપણને કે આપણાં વિચારોને, આપણી નજીકના લોકો જ્યારે સમજી શકતા નથી, કે પછી સમજવા માંગતા નથી
ત્યારે
એવા વ્યક્તિની અજ્ઞાનતા કે અહમ વાળા સ્વભાવને કારણે
એ વ્યક્તિના ભવિષ્યમાં થનાર અહિતને
આપણે જોઈ શકીએ છીએ, જ્યારે તે વ્યક્તી જોઈ શકતી નથી, કે પછી તે પોતાની જાતને આપણાં કરતા વધારે હોંશિયાર છે, તેવા ભ્રમને કારણે
એનાં દિમાગ પર કે એની આંખો પર એક અહંમનો પડદો પડી જાય છે.
ત્યારે
આપણે આપણાં લાગણીશીલ સ્વભાવને આધીન થઈને પણ
એવા વ્યક્તિને, જે તે ખોટા રસ્તે જતો રોકવા
મજબૂર થઈને પણ, થોડા કડવા વચનો, કે તેનાં સારા ભવિષ્ય માટે આકરા પગલાં લેવા તૈયાર થઈએ
ત્યારે સામેવાળા વ્યક્તિને, આપણે આકરા કે આક્રમક લાગીએ છીએ.
એ સમયે સામેવાળાને આપણે જેટલા આક્રમક લાગીએ છીએ, હકીકતમાં એ વ્યક્તી પ્રત્યે આપણને એટલીજ લાગણી હોય છે.
#આક્રમણ