સાયર = દરિયો , શર્વરી = રાત્રી ,
તમસ = અંધકાર , ધવલ = સફેદ ,
અક્ષ = આંખ.
______________________
ચાલ આજે ફરી એ "ઉત્કૃષ્ટ"
પળો માણી લઈએ,
હાથમાં હાથ મિલાવી સાયર
કિનારે થોડું દોડી લઈએ.
શર્વરીના તમસમાં સોમ
અજવાળે સાથે બેસી લઈએ,
ધરણીની ધવલ ચાદરમા
ધડકન તેજ કરી લઈએ.
તરસતા અક્ષ ભીના કરી હૈયું
હળવું કરી લઈએ,
ચાલને, આજે ફરી એ
"ઉત્કૃષ્ટ" પળો માણી લઈએ.
______________________
#ઉત્કૃષ્ટ