Gujarati Quote in Poem by Jeet Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરી ને જોઈ હું ઘાયલ થયો,
ઘાયલ થઈ હું પ્રેમમાં પડ્યો,
મે તો પ્રેમમાં પા પા પગલી કરી..!

આંખો આંખો થી ઈશારા થયા,
ઈશારા થી બંનેએ વાતો કરી,
મે તો પ્રેમમાં પા પા પગલી કરી...!

પ્રેમની પહેલી મુલાકાત ની પળ આવી,
મુલાકાત અમારી બહુ યાદગાર રહી,
મે તો પ્રેમમાં પા પા પગલી કરી...!

નજીક આવી ને મારી પાસે બેસી,
પાસે બેસીને મારા વાળ પંપાળતી,
મે તો પ્રેમમાં પા પા પગલી કરી..!

ખોળામાં બેસાડી ખુબ વ્હાલ કરતી,
વ્હાલ કરતી કરતી પ્યારી પપ્પી કરતી,
મે તો પ્રેમમાં પા પા પગલી કરી...!

કોમલ કોમળ હાથ થી મને સ્પર્શ કરતી,
અતૂટ પ્રેમ વરસાવી આલિંગન કરતી,
મે તો પ્રેમમાં પા પા પગલી કરી...!

જીત ગજ્જર

Gujarati Poem by Jeet Gajjar : 111569713
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now