આવાસ
પ્રત્યેક જીવ/પ્રાણ માટે, શરીર એક,
પ્રભુએ નક્કી કરેલ મુદ્દતનાં ભાડાકરાર વાળુ ભાડાનું આવાસ છે.
આ શરીર રૂપી આવાસ, નિશ્ચિત થઈને જીવી શકે, તેમજ તેના પરીવારને પણ આજીવન સુરક્ષા કવચ મળી રહે તેનાં માટે
શક્તિ પ્રમાણે, બાંધવામાં આવતું નાનું મોટુ આવાસ,
કે જેને ધરતી પરનું સ્વર્ગ કે ધરતીનો છેડો ઘર કહેવામાં આવે છે.
નાના કે મોટા, પોતાના આવાસમાં વસવૂ, દરેક જીવ માત્રનું પોત-પોતાના વિચારો અને શક્તિ મુજબનું સપનું, ધ્યેય, જવાબદારી, મિસન હોય છે.
#આવાસ