Gujarati Quote in Poem by Heerkuvarba

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમે ક્ષત્રિયો રાહ ભૂલ્યા હતા ,
પશ્ચિમી સંસ્કૃતિને માર્ગે ચડ્યા હતા .

અમે કોના સંતાનો છીએ એ ભૂલ્યા હતા ,
ઈતિહાસોના પન્ના ક્યાં કદી ફેરવ્યા હતા .

ડર્યો તો અકબર જેનાથી એમના વિશે ક્યાં ભણ્યા હતા ?
ધડ લડ્યું જગતના નાથ સારું એવા દાખલા ક્યાં જોયા હતા ?

ગવતરીને બચાવવા કોણ મીંઢોળ બંધ લડ્યા હતા ?
પરસ્ત્રી ને જોઈ કોણે પોતાની આંખોમાં મરચાના સાજ સજ્યા હતા ?

ના જાણે આવી કેટલીયે વાતોનાં રસપાન ક્યાં કદી કર્યા હતા !
અમે ક્ષત્રિયો રાહ ભૂલ્યા હતા ...

પણ ચારણો પોતાની ફરજ ન ભૂલ્યા હતા ,
જૂગે જૂગે કઈ કેટલાયે ચારણો આવી મથ્યા હતા .

ભાન ભૂલેલા ક્ષત્રિયો ને જગાડ્યા ,
' હીર ' ઈતિહાસ વાગોળી અમને ભૂતકાળને આંગણીયે લઈ ગયા ...
- જાનકીબા ડાભી ( હીરકુવરબા )

Gujarati Poem by Heerkuvarba : 111601568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now