સપના વાવીને ઊગવાની રાહ જોવું નહિ ફાવે,
ખરતાં તારાની આશાએ ચાંદ ખોવું નહિ ફાવે!
હલેસા મારીને કિનારે પહોંચવાની ઘણી હામ છે,
આમ હારી મધદરિયે ડૂબવાનું નહિ ફાવે!
આંખોમાં અાંજી વેદના, હોઠે સ્મિત નહી ફાવે,
હસતાં મુખે જુદાઈની આ રમત નહિ ફાવે!
એકાંતને શરબતમાં ઘોળીને પીવાની આદત છે,
અમૃતની ઝંખનામાં ઝરણાને ખોવું નહિ ફાવે..
-Hetal Sadadiya