ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી). ♐ .દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં.