scientific reason and importance behind chanting aum regular in Imperialistic Hinduism " "
વેદ-પુરાણ માને છે જ્યારે સૃષ્ટિમાં કંઈ નહોતું ત્યારે માત્ર ऊँનો નાદ હતો, શિવનો જ સ્વરૂપ માનવામાં આવે છે તેને, આ એકલા અક્ષરના જાપથી થઈ શકે છે અનેક ફાયદા
હિન્દુ ધર્મમાં જીવનની ઉત્પત્તિનો આધાર જ ઓમ (ऊँ)ની ધ્વનિને માનવામાં આવે છે. ગ્રંથો મુબજ, જ્યારે ધરતી પર કોઈ જીવન ન હતું, ત્યારે બ્રહ્માંડમાં એક નાદ ઉત્પન્ન થયો, જેનાથી જીવોની ઉત્પત્તિ થઈ. આ નાદ હતો ઓમનો. આ ભગવાન શિવનો રૂપ મંત્ર છે. શિવને પ્રસન્ન કરવા માટે ઓમના જાપ જ પૂરતા છે, એવું ગ્રંથોનું માનવું છે.
ઓમ એક શબ્દ નથી, આ એક નાદ અથવા મંત્ર છે, જેનો ઉપયોગ આપણાં ઋષિ-મુનિ ધ્યાન તથા સ્વાસ્થ્ય લાભ માટે કરતા હતા. ઓમ અ, ઉ તથા મથી મળીને બન્યો છે અને તેને શ્વાસ લેતા તથા છોડતા એવી જ રીતે ઉચ્ચારિત કરવો જોઈએ. તેને ઓછામાં ઓછું રોજ 10થી 11 વખત બોલવો જોઈએ. તેનાથી આખા શરીરમાં એક વિશેષ કંપન થાય છે, જે આપણાં શરીરની નડીઓને ખોલે છે. તેનાથી આપણી બોડી પર ખૂબ સારી અસર પડે છે.
ઓમના જાપ રેગ્યુલર કરવાથી મળે છે આ ફાયદા
- ऊँનો ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન્ન થાય છે, જેનાથી થાઇરોઇડ નિયંત્રિત થાય છે.
- આ સ્ટ્રેસ અને થાકને દૂર કરે છે. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
- ऊँથી ડાઇજેશન સુધરે છે તથા પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ નથી થતી.
- તેને બોલવાથી ચહેરાની ચમક વધે છે તથા યાદશક્તિ પણ મજબૂત થાય છે.
- અનિદ્રાની સમસ્યા તથા માનસિક રોગ જેવી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.