ગુરુવારે કરો આ 9માંથી એક કાર્ય, પરિવારમાં વધશે પ્રેમ
સમૃદ્ધ જીવન અને પ્રિયજનનો પ્રેમ પામવા માટે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ સૌથી વધારે જરૂરી છે. કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતી સારી હોય તો વ્યક્તિને સમૃદ્ધ બનતાં કોઈ અટકાવી ન શકે. એવા લોકો ઘણા ઓછા હોય છે જેમને સરળતા અને શાંતિથી સમૃદ્ધજીવન જીવવાની તક મળે છે. જો કે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ કેટલાક સરળ કામ કરીને પણ મેળવી શકાય છે.
જન્મકુંડળીમાં બૃહસ્પતિની સ્થિતી સારી ન હોય તો તેને સુધારવા માટે શ્રેષ્ઠ દિવસ છે ગુરુવાર. સપ્તાહના સાત વારમાંથી આ દિવસ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે કરેલા આ નાના-નાના કામ પણ મોટો ફાયદો કરાવે છે. નીચે દર્શાવેલા આ ઉપાયોમાંથી કોઈપણ એકને અમલમાં મુકવો અને તેમાં શ્રદ્ધા પણ રાખવી. આ ઉપાય જીવનમાં પરીવર્તન લાવનાર સાબિત થશે.
– ગુરુવારે સ્ફટિકની માળાથી ‘ॐ लक्ष्मी नारायणाय नमः’ મંત્રની 3 માળા કરવી. આ ઉપાયને શુક્લ પક્ષના ગુરુવારથી અમલમાં મુકવો.
– બાળકોમાં 11 કેળાનું વિતરણ કરવું.
– શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરવો. આ ઉપાય 10 ગુરુવાર સુધી અવિરત કરવો જરૂરી છે.
– ગુરુવારે વિષ્ણુ મંદિરમાં પીળા રંગનો પ્રસાદ ચડાવવો.
– લક્ષ્મી નારાયણને ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવો.
– ગુરુવારે મહત્વના કામ માટે બહાર જવાનું થાય ત્યારે કેસર-ચંદનનું તિલક અવશ્ય કરવું.
– તુલસીની પૂજા કરવી.
– ગુરુવારે પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવવો.
– શંકર મંદિરમાં પીળા ફુલની માળા અર્પણ કરવી.