એક હનુમાન મંત્ર અનેક સમસ્યાને કરી શકે છે સ્વાહા, શનિવારથી શરૂ કરો પ્રયોગ
જીવનમાં શક્તિ, સિદ્ધિ, આત્મવિશ્વાસ બધું જ હનુમાન ઉપાસનાથી પ્રાપ્ત કરી શકાય છે. હનુમાન ઉપાસના અચૂક અને ચમત્કારી ફળ આપનારી હોય છે. હનુમાનજીના જીવન પર પણ નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેમનું જીવન ભક્તિ, ચરિત્ર, સમર્પણ, પરાક્રમ, ઊર્જાથી ભરપૂર હતુ. હનુમાનજી ચિરંજીવી દેવતા છે. તેઓ અદ્ભુત શક્તિઓના સ્વામી છે તેમ છતાં તેઓ નિરાભીમાની છે. સંકટમોચનની આરાધના વ્યક્તિને તન, મન અને ધનથી સંપન્ન બનાવી શકે છે.
હનુમાનજીની ઉપાસના કરનાર વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ અને શત્રુઓ તુરંત ગાયબ થઈ જાય છે. આવું ચમત્કારી ફળ હનુમાનજીના આ મંત્રના જાપથી પણ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાથી હનુમાનજીના નીચે આપેલા મંત્રનો જાપ દર્શાવેલી વિધિથી કરવાથી ચમત્કારનો અનુભવ તમને પણ થશે. આ મંત્ર જાપ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ આપનાર છે. કેવી રીતે કરવી આ પૂજા તેની વિધિ પણ નીચે દર્શાવવામાં આવી છે. તો શનિવારથી શરૂ કરી દો હનુમાન મંત્રનો જાપ.
મંત્ર જાપની વિધિ
સ્નાન કર્યા પછી હનુમાનજીની પંચોપચાર વિધિથી પૂજા કરી અને સિંદૂર, ફૂલ, કંકુ, ચોખા અને નિવેદ ચઢાવવું. ત્યારબાદ લાલ આસન પર બેસી અને ગૂગળનો ધૂપ, તેલનો દીવો કરી અને નીચે આપેલા હનુમાન મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ 108 વખત કરી ભગવાનની આરતી કરવી.
હનુમાન મંત્ર
ॐ નમો હનુમતે રુદ્રાવતારાય વિશ્વરુપાય અમિત વિક્રમાય
પ્રકટપરાક્રમાય મહાબલાય સૂર્ય કોટિસમપ્રભાય રામદૂતાય સ્વાહા