જિંદગીના રંગે રંગાઈ જવાનું,,
મોજની ખોજમાં ડૂબી જવાનું...
મળે એટલું દિલથી સ્વીકારી લેવાનું,,
હોઈ તાકત તો ધિક્કારી દેવાનું
વીતી ગઈ જે કાલ એને ભુલી જવાનું,,
નવા સફરમાં આજ જોડાઈ જવાનું
આંસુને પણ સ્મિતમાં ફેરવી દેવાનું,,
દુઃખને પણ જરાક થકવી દેવાનું
હસતા - રમતા જીવન વીતી જવાનું,,
દરિયા જેવું દિલ પણ થંભી જવાનું
પ્રેમ પામીને શુ મેળવી લેવાનું !!
પ્રેમ આપીને બસ પ્રેમાળ બની જવાનું
જિંદગીના રંગે રંગાઈ જવાનું,,
મોજની ખોજમાં ડૂબી જવાનું...
SHILPA PARMAR
"SHILU"