દર્દની પણ એક પહેચાન.જરૂર હોય છે,
ઝખ્મની  એક પહેચાન , જરૂર હોય છે;

છીનવીને શાંતિ, ડહોળાઈ જાય છે બધું,
ઉત્પાતની એક, પહેચાન  જરૂર હોય છે;

સોંસરુ નીકળે , આરપાર હદયની વચ્ચે,
વ્યથાની  એક ,  પહેચાન  જરૂર હોય છે;

બેશક હઠીલું, મનમાની કરતું,સ્વૈરવિહારી,
કારણની એવી,    પહેચાન જરૂર હોય છે;

આનંદ ખોવાઈ જાય છે, હસ્તિ જગત માં,
પોતાની પણ એક, પહેચાન જરૂર હોય છે;


-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111622621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now