...અને એક દિવસ એ રીસાયો.
મને કહે કે, બદલામાં જો ભૂતકાળ જ મળે એ ન ચાલે.
હું તો જીવી ઊઠી, ખીલી ઊઠી, હસી ઊઠી...
ભૂગર્ભમાં ધરબાયેલાં જળથી પાષાણને અંકુર ફૂટે
ને જે આશ્ચર્ય થાય એવી સ્થિતિ થઈ.
ઉત્સાહનો પાર ન રહ્યો
ને સ્વર્ગે સિધાવ્યો ભૂતકાળ.
વર્તમાનના એ રાજાને સોંપી દીધી વર્તમાનની પ્રતિપળ.
સંવાદની વસંત ખીલી પૂરબહારમાં ને મઘમઘી રહી
શુભ્રનભમાં વિહાર કરતાં મારાં વર્તમાન પર
ભૂતકાળની સનાતન વીજળી ત્રાટકી ત્યારે સમજાયું
કે ભૂતકાળ તો એનોય હોય.
કદાચ ધરબી ન શકાય એવો...!
--નિર્મોહી