આજે મને ઓફીસ જવાનું મોડુ થતું હતુ. હું એકદમ ફાસ્ટ મારતા સ્કુટરે ઓફીસ માટે નીકળી, મારો રોજનો આ ક્રમ હતો. રોજ ભાગદોડ જ હોય. રોજ વિચારું જીંદગીની આ ભાગદોડ કયાં ખતમ થશે, થાકી જવાય છે, રસ્તાની બાજુમાંથી કોઈની અંતિમ યાત્રા પસાર થઈ રહી હતી. એમાં પણ લોકોએ ખભોતો દીધો હતો પણ પગ ઝડપથી ઉપાડતા હતા ,જાણે બહુ જલ્દી હોય બધાને એમની અંતીમ વિધીની, પરંતુ એ દ્રશ્ય જોઈ મારા પગ થંભી ગયા.
બસ આજ છે છેલ્લી સફર કોઈકના ખભા ઊપર ...! બસ આ જ છે આખી જીંદગીની ભાગદોડનું પરિણામ...! મણ લાકડા અને થોડું ઘી......તો...તો..શું..? તો પણ જીવવા માટે અને વધારે ને વધારે બહેતર જીવન જીવવા જીંદગી દોડમાં દોડવું તો પડશે...
-Doli Modi..ઊર્જા