યાદ.....
તારી સાથે વીતેલી એક - એક ક્ષણ એક પણ ક્ષણ માટે ભુલાય એવી નથી.આંખ મીંચવાથી લઈને આંખ ખુલવા સુધી બસ તું... તું...અને તું જ છે યાર. હૃદય સાવ ખાલી ખમ છે યાર. લાગે છે હમણાં "તું" આવીશ અને ખાલી ખોખા જેવા હૃદયમાં કેટલીય નવી નવી યાદો ભરી દઈશ.પણ અફસોસ કે, મારા વિચારવાથી તું ક્યાં આવે જ છે...??
કેવી યાદો આપી છે તે...!! જે નથી ભૂલી શકાતી કે નથી ફરીથી જીવી શકાતી.અંતે તો બસ યાદ જ યાદ.હાસ્યમાં પણ યાદ,આંખે અટવાયેલા આંસુમાં પણ યાદ,ગળે ભરાઈ ગયેલા ડુમામાં પણ યાદ, રાતના સપનામાં, દિવસની રોશનીમાં, સત્યમાં, જુઠમાં, મારામાં, તારામાં બસ યાદ જ યાદ.....
મીઠી મીઠી ,જરાક કડવી,જરાક તીખી તો જરાક ખાટી...
બસ યાદ...યાદ...યાદ...
(મને તો કોઈની પણ યાદ નથી આવતી છતાંય ખબર નહીં આવું કઈ રીતે લખાઈ ગયું....😅😂)
- SHILPA PARMAR "SHILU"