બ્રીટનના એક વીજ્ઞાનીક કે ખગોળ શાસ્ત્રી કે ધર્મ ગુરૂ જેણે ઈશ્વરની શોધ વીશે લખેલ, અને જેની રાજાજ ઈશ્વરીય અવતાર છે તે ન માવવાના જુર્મમા તેમજ લોકોમાં ઈશ્વર કંઈક અલગ છે તે અલગ વીચારો નો પ્રચાર કરવા માટે ના ઝુર્મમાં નીરલજ હત્યા કરવામાં આવેલ,
તેણે ભગવાન અને અલોકીક દુનીયા વીશે લખતા કહેલ કે તમે એક તીર છોડો....એ આગળ જતા કયાય અટકાય તો સામે એક દીવાલ હશે..મતલબ તેની પાછળ કંઈક હશે...અને જો તે આગળ ચાલ્યું જ જાય છે કયાય અટકાતુંજ નથી તો ષૃષ્ટીખુબજ વીશાળ છે તેનો કોઈ અંતજ નથી,
સુર્ય મંડળ જેવી કેટલીય ગેલેક્સી અવકાશમાં છે...માત્ર સુર્ય મંડળની વાત કરીએ તો કેટલાય એવા ગ્રહના ઉપગ્રહો ચંદ્ર છે ,જે અત્યારે બરફથી ઠંકાયેલા છે.
આવા હજારો સુર્ય મંડળો અને ગેલેક્સીઓ બ્રહ્માંડમાં છે,
હજારો બદલાવો રોજે રોજ બ્રહ્માંડમાં અને આ ધરા પર થતા રહે છે,
માણસે દરેકે તેના વીચાર મુજબ ઈશ્વરને અલગ અલગ રુપ પણ આપી અલગ અલગ નામે ઓળખે છે...
કોઈ શીવ, કોઈ અલ્લાહ ,કોઈ ઇશું, કોઈ વાયે ગુરૂ,
પણ મુળ ઈશ્વરીય રૂપ છે તો બધા સ્વીકારેજ છે..
માણસ તેની મહાનતા બતાવવા માટે અને અભીમાનને ત્યજી સકતો ન હોય પોતાને મહાન અને સહુથી મોટો થવાની હોડમાં એકજ ઈશ્વરને પોતપોતાની રીતે અલગ બતાવી..
માણસોને અલગ અલગ ધર્મ જાતી માં સમુદાય માં ,વીસ્તાર મા વહેચી...સહુથી મોટો માનવતાનો દુશ્મન થઈ ને બેઠો છે...
દરેક ધર્મનો મર્મતો માનવતાજ છે...
જેમકે શીવ નો અર્થ થાય છે શાંતી આપનાર..
અને ઓમ એપલે શુક્ષ્મ શરીર આત્મા.
આમ મનને શાંતિ આપનાર શીવ એટલે ઓમ શાંતિ