જિંદગીમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું,
પણ અચાનક જ અવ્યવસ્થિત થઈ ગયું.

જીવન આ વિતાવવું જે સહેલું લાગતું હતું,
અરેરે! હવે ઘણું જ અઘરું થઈ પડ્યું.

ન ધારેલી ઘટના બનવાનું દુઃખ અસહ્ય હતું,
મન મારું ગહન આઘાતમાં સરી ગયું.

કોરોના નામનાં રાક્ષસનું સામ્રાજ્ય એવું હતું,
જેમાં ખાસ સ્વજનોને ગુમાવવું પડ્યું.

માતા અને મોટીબેનનાં સંગાથનું જે છત્ર હતું,
એ અમૂલ્ય છત્ર માથા પરથી ઉડી ગયું.

ઈશ્વર સામે ફરિયાદ ભરેલું મોઢું ખુલ્યું હતું,
આંખોમાં આંસુઓની ધારનું રાજ થયું.

દિલનાં ખૂણેખૂણામાં ઉદાસીનું થર ઘેરાયું હતું,
યાદોનાં વમળમાં મન અટવાતું રહી ગયું.

એવું તે ખાલીપાનું સરનામું ભટકાઈ ગયું હતું,
કદીય ન ભરાય એવી ખોટનું નુકસાન મળ્યું.

Gujarati Poem by Parul : 111709270
Falguni Dost 3 years ago

Om shanti...Rip🙏🙏

Anurag Basu 3 years ago

🙏ૐ શાંતિ

Sunil Singh Chauhan 3 years ago

So sad to hear 🙏🙏🙏

Shefali 3 years ago

ઓહ્.. સો સેડ.. ભગવાન સદગતની આત્માને શાંતિ આપે અને તમને અને પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.. ૐ શાંતિ 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now