કોની ફરીયાદ લઈ કયા જવું , કોને સમજાવવા કોને કહેવું, મારૂ મારૂ કરૂ ખોટી ભ્રમણા રાખી, ખરેખર આ દેહ પણ મારો નથી, પછી જન્મ આપનાર માતા પીતા કે મા જણા ભાઈ કે અન્યકોઈ, ખુનનો સંબંધ કે પ્રેમનોવીશ્વાસનો બધાના અનુભવ કર્યો, જાણે ઝેરના પારખા કર્યો,
માણસ છું ને ભાવનામાં વહી જાઉ છું, અને માનસ પ્રવૃતી પણ થઈ જાય છે, માટે કહું છું , પોતાના લોહીની સગાઈના સગા પણ ડામ આપે તો પારકા પાસે તો શું આશ રખાય,
પણ ખરૂ કહું જયા સંપ ભાઈ ચારો લાગણી પ્રેમ સદભાવના અને નીસ્વાર્થ કર્મ અને પરોપકારના કાર્ય એ પણ અહંકાર રહીત દેખું છું, બસ આ જીવનનો બધોજ થાક ઉતરી જાય છે, બે ઘડી ત્યા બેસવાનું મન થાય છે, જાણે ખારા રણમાં મીઠી વેલડી,