શબ્દોનો સાર આપો મને.
કોઈ નવો વિચાર આપો મને.

સ્વાર્થની સંકુચિતામાં મગ્ન,
સત્યનો આધાર આપો મને.

ગેરસમજનો ભોગ થયો હું,
સમજણનો ઉપચાર આપો મને.

એક મકસદ પણ રસ્તા જુદા,
મતભેદથી છૂટકાર આપો મને.

જેને ખુદ ઈશ્વર સરાહતાં થાકે,
એવો માનવ અવતાર આપો મને.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111779517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now