જ્યાં મસમોટા અવગુણો ભૂલાય છે એ પ્રેમ છે.
જ્યાં પ્રિયપાત્રને સર્વસ્વ ગણાય છે એ પ્રેમ છે.

હોય છે અપેક્ષા જ્યાં સમર્પણની સદાયકાળમાં,
જ્યાં ગણતરીને હિસાબ વિસરાય છે એ પ્રેમ છે.

પ્રહાર સામેના પાત્ર પર જ્યારે થાય છે સંજોગે,
પણ સમગ્ર વેદના આપણને થાય છે એ પ્રેમ છે.

સુખી કરી ઈપ્સિત પાત્રને સંતુષ્ટિને પમાય છે ને,
એની ગેરહાજરીમાં કેવું તરફડાય છે એ પ્રેમ છે.

ટળી જાય છે આપણની નિજી ઓળખ પછીથી,
ગમે એના થકી કદી ઓળખાવાય છે એ પ્રેમ છે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111785310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now