મારાં ખૂબજ વ્હાલાં મારાં સૂરજફોઇ :
સ્વર્ગસ્થ :01/05/2022
સારંગપુર :અમદાવાદ
🌹🌹🌹🙏🏿🌹🌹🌹

મારું અમદાવાદ એટલે એક મારાં સૂરજફોઇ !
હું કાનુડો નાનો એનો એ મારાં સૂરજફોઇ !
ભૂખ્યો તરસ્યો જાઉં આંગણે એ જમાડે !
નાનકડા ઘરનું ધબકતું દિલ એ મારાં સૂરજફોઇ !
નાનકડી પરી 'પીયૂ' જુઓ જાણે સૂરજફોઇ !
હસીને પોતાનું દુઃખ ભૂલવે એ મારાં સૂરજફોઇ !
હેતથી હૈયું ભરી દે એવી પુત્રવધૂ વર્ષા !
નાનકડું ઘર છતાં સગવડ કરે એ મારાં સૂરજફોઇ.
બચપણ વીત્યું વીતી યુવાની કસોટીએ !
અકાળે ન્હોતું જવું એકલું:ઓ મારાં સૂરજફોઇ.
- વાત્ત્સલ્ય

Gujarati Tribute by वात्सल्य : 111804290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now