*ચહેરો કહે જ છે*

પૂછો નહીં કે કેમ છે? ચહેરો કહે જ છે;
પૂછો નહીં કે પ્રેમ છે? ચહેરો કહે જ છે.

સાચું હશે કે નહીં ભલા? પૂછો નહીં તમે;
તમને ય શેનો વહેમ છે? ચહેરો કહે જ છે.

એની હકીકતમાં જ એ સાચી હશે ખરી?
વાતાનુકૂલિત નેમ છે? ચહેરો કહે જ છે.

એના વિચારો જેમ એ છોડી શકે નહીં;
શ્વાસો ય એની જેમ છે? ચહેરો કહે જ છે.

છૂપું નથી હોતું અહીં ઈશ્વરનું કામ પણ;
એની ય કેવી રહેમ છે? ચહેરો કહે જ છે.

રમ્યા કરોને છો તમે અહીંયા સફાઈથી;
આ જિંદગી કે ગેમ છે? ચહેરો કહે જ છે.

#ડૉ_મુકેશ_જોષી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111807395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now