પપ્પા તમે હોત તો અમારી સાથે આપણો પરિવાર પૂર્ણ હોત,
પપ્પા તમે હોત તો અમારું તમારા વગરનું જીવન પણ પૂર્ણ હોત..
પપ્પા મારી સવાર તો દરરોજ પડે છે,
પપ્પા મારી દરરોજની સવારમાં કમી તમારી દેખાય છે..
પપ્પા મારા મિત્રના ફોનમાં પપ્પા લખેલો ફોન આવે છે,
ત્યારે પપ્પા તમારી કમી ઘણી મહેસુસ થાય છે...
સાંજ ઢળી ગઈ હોય તમારો આવવા નો સમય થઈ ગયો હોય,
ત્યારે દરવાજે ઉભો હોવ ત્યારે તમારી કમી મહેસુસ થાય છે....
પપ્પા તમારું નામ લેતાં આ આંખો તો એકદમ છલકાઇ જાય છે,
એક સમય હતો કરતાં અનેક વાતો,પપ્પા આજે વાત કરવા પણ તરસી જવાય છે...
પપ્પા તમારા ગુસ્સાની , તમારી શિખામણ ની અમને ઘણી જરૂર છે,
બધાંને પપ્પા સાથે જોઈને મને તમારી યાદ આવી જાય છે...
I Really Miss You Papa 😭
-Bhargav Jagad