શ્રીનાથજી વંદના:
મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
કે ભૂલી છોડી દીધાં……..
ભૂલી છોડી દીધાં સઘળાં કામ
તન મન ધન શ્રીજી નાં ચરણોમાં(૨)
યમુના કાંઠે બંસરીના સાદે
ગોપી ગોપાલ બનું ભક્તિના નાદે
જીવું એક એક પળ તારા નામ
તન મન ધન શ્રીજી ના ચરણો માં (૨)
પ્રેમ દિપક હવે બુઝતા પહેલાં
કરવાને અરજી હું આવું વહેલા
મને શ્રીજી સેવા તારા ધામ
તન મન ધન શ્રીજી ના ચરણો માં (૨)
સોહે જગત માં પ્રભુજી ની છાયા
મોહે છે સૌને પ્રભુજી ની માયા
મારી સરગમના સૂર શ્રીનાથજી
જે મળ્યું તે અર્પણ કરું,
સ્વીકારજો મેવાડના શ્રીજી નાથ
તન મન ધન શ્રીજી ના ચરણો માં (૨)
આઠે પ્રહર રહું બની તારી દાસી
ચરણોમાં તારા મથુરા અને કાશી
માંગુ હવે એક હૈયા કેરી હામ
તન મન ધન શ્રીજી ના ચરણો માં (૨)
મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
તન મન ધન શ્રીજી ના ચરણો માં (૨)
સંકલન અને રજુઆત: ડો ભૈરવસિંહ રાઓલ