"'તારા વિના શ્યામ"

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની નીકળી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ
તારા વિના શ્યામ. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ.
તારા વિના શ્યામ. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
પાયલ ઝનકાર સુની,
હૃદયના નાદ સુની
રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ.
તારા વિના શ્યામ. (2)

શ્યામ.. શ્યામ. શ્યામ. શ્યામ...
***********************************************

શરદપૂર્ણિમા ના ચંદ્ર નો પ્રકાશ આપના જીવન ને પ્રકાશિત કરી દે તેવી હાર્દીક પ્રાર્થના.ચંદ્ર ની શીતળતા અને દુધ પૌંઆ ની મીઠાસ હંમેશા આપના જીવનમાં રહે‌ તેવી શુભકામના

🌹🙏🏻હેપ્પી શરદપૂર્ણિમા 🌹

Gujarati Dance by Dr. Bhairavsinh Raol : 111836735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now