આજ રોડ અને શેરી વચ્ચે શેરી યુદ્ધ ચાલ્યું.
રોડ કહે હું મોટો .
મારા પર શો કરનારને મેં
કેટ કેટલાંને જીતાડ્યા.
શેરી કહે હું ભલે નાની પણ લોકોના ઘર સુધી પહોંચવા મારી જ જરૂર પડે.
જે મારા દ્વાર સુધી નથી આવતા તે લોકો ના હૃદય સુધી નથી પહોંચી શકતા.
અને જે લોકોના હૃદય સુધી ન પહોંચી શક્યા હોય તેવા ભલ ભલાને મે હરાવ્યા છે...
-Dharmista Mehta