કાન્હા તને સમજવો ખરેખર કઠિન લાગ્યું મને.
તારી આ લીલા ખરેખર બહું વહાલી લાગી મને.
તું કયારે હાથ ઝાલે ને કયારે છોડી દે કોણ જાણે
પણ તારી આ મનમાની ઘણી વહાલી લાગી મને.
એમ તો તું જગતનો નાથ, જગતપતિ, દિનાનાથ
પણ તોય તને મારો બનાવવાની વાત ગમી મને.
તને મેં વસાવી લીધો છે હદયમાં આજીવન માટે
તારી સાથે આમ જ જીવવાની રીત ગમી મને.
સમય મળે તો થોડી વાતો તું પણ કરજે મારી સાથે
તારી રાહ જોવાની પડેલી આદત ઘણી ગમી મને.
-Bhavna Chauhan