આ માણસ જાત તો નહીં જ સુધરે..
પ્રાણીઓના નામના ઉચ્ચારણ કરી પોતે જ હેવાન બની જાશે બીજાઓને કનડશે અને ઇલ્ઝામ પણ પ્રાણીઓ પર છોડી દેશે પણ આ માણસ જાત તો નહીં જ સુધરે... બિંદુ અનુરાગ
સચ્ચાઈ, ઇમાનદારી, વફાદારીના બંણગા ફૂંકશે પણ
ખુદ જ શૈતાન થઈ નિર્દોષોનું લોહી ચૂસસે પણ
આ માણસ જાતતો નહીં જ સુધરે..
બાળકો ,દીકરીઓ, સ્ત્રીઓ ,વૃદ્ધો પર અત્યાચાર કરી
સદભાવના, કરુણા ,વાત્સલ્ય ની વાતો કરશે પણ
આ માણસ જાતતો નહીં જ સુધરે..
નિતિ -નિયમો ,ધારા -ધોરણો અને પરંપરાની પીપૂડીઓ વગાડતા અધર્મ, પાખંડ ,વ્યભિચાર અને વિકૃતિઓનો નશો કરશે પણ
આ માણસ જાતતો નહીં જ સુધરે..
'થઈ જશે' ,'કરી લેશુ', 'હોતું હશે વળી એવું કંઈ' એવા તો
બણગાવો ફૂંકશે પણ
કામચોરી ,આળસ ,મેદ , પૈસાનો લોભ તો નહીં જ છૂટશે
ખરેખર આ માણસ જાતતો નહીં જ સુધરે
પરોપકાર ,સેવા ,મદદ નામે માઇકમાં બંડ પોકારશે પણ
ગુનાખોરી ,ચોરી ,લૂંટ ફાટ તો નહીં જ છોડશે
ખરું કહું ને તો આ માણસ જાતતો નહીં જ સુધરે
જય દ્વારકાધીશ 🙏🏻
૦૧:૦૮ PM
૧૩/૦૧/૨૩

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111854407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now