તો મોજ છે
ઝાંઝરીઓ એજ પાછી ગુંજશે તો મોજ છે.
આંગણીયે બાળકોજો આવશે તો મોજ છે.
આજ ખાલીપો જરી નડયો અહી પળવારમાં,
યાદમાં તારી જ જીવન જીવશે તો મોજ છે.
સાથ તારો ચાહયો એજો મળે જો આખરી ,
પ્રેમના ગીતો કદી ગવરાવશે તો મોજ છે.
એકલો પડ્યો હવેતો હાથ પકડી રાખજે,
હિંચકે આવી ફરી ઝુલાવશે તો મોજ છે.
સૂચનો પણ સૂનકારે આજ પડઘા પાડતાં,
ખૂદ આવી હાજરી જો આપશે તો મોજ છે.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ