હું બોલું ગુજરાતી,
મારી ચાલ ગુજરાતી,
હું હસું પણ ગુજરાતીમાં,
હું રડું પણ ગુજરાતીમાં,
મારા સ્વપ્નો પણ ગુજરાતી જ,
મારી મમ્મી ને પપ્પા ને માં અને પિતા કહી શકું ગુજરાતીમાં,
બ્રો એન્ડ સિસ્ટામાં એ મજા નથી જે બેન અને ભાઈ ગુજરાતીમાં કહેવામાં છે,
હું bye નથી કહેતો કારણ કે આવજો વધુ મીઠું છે ગુજરાતીમાં,
હું ગર્વથી કહી શકું છું હું છું ગુજરાતી અને મારી ભાષા પણ ગુજરાતી.
- સ્પંદન

Gujarati Motivational by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111861222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now