નોકરી મને તારી બહુ યાદ આવે છે
છુટી ગઈ તું તો, જવાબદારી વચ્ચે
મને રોજ રોજ તું પણ જ યાદ આવે છે
ભણી ગણીને અભણ જેવું લાગે છે
મારી અંદર કંઇક ખાલી ખાલી લાગે છે
નોકરી મને તારી બહુ યાદ આવે છે
મારી અંતર આત્મા
રોજ સવાલ પૂછી રહી હોય એવું લાગે છે
નોકરી મને તારી બહુ યાદ આવે છે
રોજિંદા કામ કાજ વચ્ચે
હું જ ખોવાઈ જતી હોય એવું લાગે છે
નોકરી મને તારી બહુ યાદ આવે છે
ફરી નોકરીની શરૂઆત ક્યારે થશે
એ જ વિચાર સતાવતો હોય એવું લાગે છે
નોકરી મને તારી બહુ યાદ આવે છે
જાણે મારા એ વિદ્યાર્થીઓની વચ્ચે
હું ફરી ઊભી રહી ગઈ હોય એવું લાગે છે
નોકરી મને તારી બહુ યાદ આવે છે
અંતમાં,
એવુ નથી નથી કરતી કંઈ
હું તો વનવાસ પછી લડી લેતી હોય એવું લાગે છે
પણ તોય નોકરી મને તારી બહુ યાદ આવે છે
નોકરી મને તારી બહુ યાદ આવે છે
યોગી
-Dave Yogita