શબ્દોની એ શરારત કરી ઘણી.
અંતરમાં હતી વાત કરી ઘણી.

નયનની નયનથી થૈ મુલાકાતને
અંધારી રાતને પ્રભાત કરી ઘણી.

ને પછી શબ્દશૂન્ય બન્યાં ઊભય,
સુંદરતા આત્મસાત કરી ઘણી.

હલચલ મચી ગઈ ઉરમાં કેટલી !
ઈપ્સિત પામ્યે નિરાંત કરી ઘણી.

હશે સંકેત રખેને ઈશનો એમાંય,
વિદાયે શબ્દસોગાત કરી ઘણી.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111863891

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now