આજે અમારા ગાંઠિયા વાળાએ નવું જ્ઞાન પીરસ્યું.
ગાંઠિયા અને ફાફડા બેય બને ચણા ના લોટમાં તેલનું મોણ ઉમેરવાથી. પણ બેયનું લોટનું અને તળવાનું કંપોઝિશન અલગ હોય!
એના કહેવા મુજબ, જે હું ગાંઠિયાપ્રિય હોવા છતાં જાણતો ન હતો, ગાંઠિયા સાથે લીલી ચટણી અને તળેલ મરચાં જાય, ફાફડા સાથે કઢી. એથી વિરુદ્ધ ' મઝા ન આવે. '
હેં! ગાંઠિયા સાથે લીલી ચટણી અને ફાફડા સાથે કઢી જ જાય? એણે તો ઉમેર્યું કે ચોળાફળી સાથે તો મરચાંની ચટણી જ હોય, આ ચટણી ન ચાલે.
આ કઢી અને લીલી ચટણી ની વાતમાં કેટલું તથ્ય છે? મિત્રો પ્રકાશ ફેંકશે?