ભરાશે જો અદાલત હૃદયના દ્વારે પાપણના પલકારનો હિસાબ માગશે આંખોના ઉજાગરા નો હિસાબ માગશે
હ્રદય કેટલી વાર ઘવાયું છે તેની થશે ત્યાં ગણતરી
બે હિસાબ હશે તને યાદ કરવાની એ ક્ષણો
પણ દંડ લાગશે તો કોને? હંમેશા પ્રેમ કરનારને જ સજા મળે છે ...
ગણિત હૃદયનું ધબકાર ચૂક્યું હશે .... બિંદુ
પણ અગણિત વાર તને યાદ કરવાની ક્ષણ ક્યારેય નહીં છૂટી હોય
છતાં પણ જો તું આમ જ રહે તો બોલ શું સજા તને કરું..
કે છે અપરંપાર લાગણી તને પણ તુ વ્યક્ત જ નહીં કરે તો કોને ફરિયાદ કરું
ભરાશે જો અદાલત હૃદયના દ્વારે
પાપણના પલકારા નો હિસાબ માગશે
આંખોના ઉજાગરાનો એ હિસાબ માંગશે
કેટલી વાર હૃદય રડ્યું હશે તેની અગણિત ગણતરી કરવામાં આવશે
પણ દંડ લાગશે તો કોને હંમેશા પ્રેમ કરનાર ને તો સજા મળે છે
ને ભૂલ્યું હશે ઈશ્વરનુ સ્મરણ કરવું કદાચ પણ તારું સ્મરણ નિત્ય રહેશે...

-Bindu _Maiyad

Gujarati Blog by Bindu _Maiyad : 111877182

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now