Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનું જ્ઞાન(વ્યક્તિ)

આજકાલની પરિસ્થિતિ જોઈ લાગી રહ્યું છે, કે સૌથી અઘરી બાબત છે વ્યક્તિને ઓળખવી, એટલે સમજવાની વાત તો હું કરતી જ નથી. માત્ર વ્યક્તિને ઓળખવી જ અઘરી બનતી જાય છે.

આજકાલ તો એવા કિસ્સા પણ બને છે કે વરસો વિતાવો તો પણ તમે સમજી ન શક્યા હોય કે તમારી સાથે રહેતી વ્યક્તિ કેવી છે? દિવસે દિવસે માણસનો માણસ પ્રત્યેનો વિશ્વાસ ઘટતો જાય છે.જે આગળ જઈ શું પરિણામ લેશે એ તો જોવાનું રહ્યું.

આપણે તો આપણી વાત કરવાની..વધારે તો હું કંઈ સમજતી નથી અને સમજવા માંગતી નથી પણ આપણે એવા વ્યક્તિ બની શકીએ કે કોઈની મદદ કરી શકીએ. કોઈ આપણા પર વિશ્વાસ રાખી શકે ઘણુ છે.બસ.. માત્ર એક માણસ બની શકીએ એટલે ઘણુ. માણસ(વ્યક્તિ) એટલે જેનામાં માણસાઈ જીવે છે. હવે, માણસાઈ શું છે એ તો જાતે સમજવાનું રહ્યું...

મને રોજ મારી daughter પૂછે છે મમ્મી મોટી થઈ હું શું બનું? હું હમેશા જવાબ આપુ કે એક સારા વ્યક્તિ(માણસ)... કેમકે, આજકાલ સ્પર્ધાનો જમાનો છે બધા એકબીજાની આગળ જવા માંગે છે, પણ આ સારા વ્યક્તિ બનવાનો રસ્તો સાવ ખાલી છે એકલ દોકલ વ્યક્તિ જ છે જે તમને આ રસ્તામાં ક્યાંય સ્પર્ધા છે જ નહિ. બધા એકબીજાની દેખાદેખીમાં એકબીજાને પછાડવામાં પડ્યા છે.

આપણે આ બધી મગજમારી વગર સીધા રસ્તે ચાલ્યા જવાનું. જોવાનું બધું, સમજવાનું પણ બધું. બસ, એક રીએક્ટ ના કરવું. જોયા કરવું બધું નિરાંતે..સમય બધા જવાબ આપી દેશે....

બાકી મજા કરો...મહાદેવ હર.

યોગી

Gujarati Thought by Dave Yogita : 111883051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now