દીકરી...
જેના વધમના કરવા, હું હંમેશા રહું તત્પર.
જેને જોઈ ને મન મારું, સદા હસતું રહે.
મારું સાંજ નું સરનામું એટલે મારી દિકરીઓ,
હજારો ટેન્શન એક બાજુ અને, મારી દિકરીઓ ની વાતો એક જ વાર.
થાક નો એહસાસ દૂર બસ એક ગ્લાસ પાણી આવે એના હાથ નું.
મને ચીંતા માં જોઈએ ને પોતે વ્યથીત રહે.
ઘર ના કામ માં રહે સદા અવલ, એની મમ્મી સાથે રહે સદા કામ માં આગળ.
મમ્મી તો બસ એની મિત્ર,વાત સાથે કરે મજાક એ.
મમ્મી ની તબિયત બગડે,સાથે જાગતી રહે સદા.
પપ્પા ના દરેક નાના નાના કામ માં, આગળ આગળ રહે ઊભી.
સાથે નાના ભયલા ને પણ, સાચવે એમ જેમ બીજી માં.
નટખટ ચંચળ મસ્તી ખોર,રહે ઘર માં સદા ખુશ.
આવી મારી દીકરી હેત અને ધ્યાના બે, સરસ્વતી સાથે લક્ષ્મી નું રૂપ .
રહે સદા ખુશ બંને, એવા આશીર્વાદ રહે મારા.
- Kamlesh Parmar